ભરૂચ : લાઈટ વિભાગના ચેરમેન દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટ્સએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું

New Update
ભરૂચ : લાઈટ વિભાગના ચેરમેન દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટ્સએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલીક સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે નગર પાલિકામાં બંધ સ્ટ્રીટ લાઇટની ફરિયાદના નિરાકરણ માટે વિપક્ષ સભ્ય પાસે લાઇટ વિભાગના ચેરમેન દ્વારા બંધ સ્ટ્રીટ લાઇટના ફોટા વોટ્સએપ પર માંગતા વિવાદ સર્જાયો.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે. ત્યારે ભરૂચ નાગર પાલીકા ખાતે વિપક્ષના સભ્યો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે રજૂઆત ને પગલે બંધ સ્ટ્રીટ લાઈટોના નિવારણ લાવવા હેતુ નગર પાલિકાના વિપક્ષના સભ્ય ઇબ્રાહિમ કલકલ પાસે લાઇટ વિભાગના ચેરમેન દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટોના ફોટા વોટ્સએપ પર માંગતા વિપક્ષ રોષે ભરાયું હતું અને વિપક્ષના નેતાઓ શમશાદઅલી સૈયદની આગેવાનીમાં ઇબ્રાહિમ કલકલ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા લાઈટ વિભાગના ચેરમેનને રજુઆત કરવા પહોંચ્યા હતા.

Latest Stories