ભરૂચ : રાંધણગેસની બોટલ પર મળતી સબસીડી બંધ, કોંગ્રેસ આવી મહીલાઓની પડખે

New Update
ભરૂચ : રાંધણગેસની બોટલ પર મળતી સબસીડી બંધ, કોંગ્રેસ આવી મહીલાઓની પડખે

રાંધણ ગેસના બોટલમાં કરોડો રૂપિયાની સબસીડી તાત્કાલિક જમા થાય અને ગરીબ અને મધ્યમ વર્ગ ને સીધી રાહત મળે તે માટે ભરૂચ શહેર મહિલા કોંગ્રેસ તરફથી તંત્ર વાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

છેલ્લા અગિયાર મહિનામાં પેટ્રોલ - ડીઝલ અને રાંધણ ગેસના બોટલમાં સતત ભાવ વધારો થઇ રહયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે અન્ય વસ્તુઓ પણ મોંઘી બનતાં મોંધવારી વધી છે. બીજી તરફ કોરોના વાયરસના કહેરના કારણે વેપાર અને ધંધા પણ ઠપ થયાં છે તેવામાં સરકારે રાંધણગેસ પર આપવામાં આવતી સબસીડી બંધ કરી દેતાં ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. રસોઇ બનાવવી પણ તેમના માટે મુશ્કેલ બની છે. આ ઉપરાંત દોઢ મહિના સુધી ચાલેલા લોકડાઉનમાં ગરીબ પરિવારોએ તેમની રોજગારી ગુમાવી છે ત્યારે રાંધણગેસની બોટલ પર સબસીડી આપી તેમને રાહત કરી આપવાની માંગ કોંગ્રેસની મહિલા આગેવાનોએ કરી છે. 

Latest Stories