/connect-gujarat/media/media_files/2025/02/08/elIylsPYNDu6vlvSzREy.jpg)
ભરૂચ: ઉમલ્લા નજીક શેરડી ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રાફિકજામના દ્રશ્યો
ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જતા માર્ગ પર શેરડી પથરાઇ હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર પેટ્રોલ પંપ પાસે શેરડી ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો.સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો.ઉમલ્લા તરફથી સુગર ફેકટરી તરફ શેરડી ભરી જતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.શેરડી ભરેલ ટ્રક પલટી જતા મુખ્ય માર્ગ પર શેરડી પથરાઇ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/02/08/elIylsPYNDu6vlvSzREy.jpg)
