ગત સમી સાંજના સુમારે વાગરાથી ભરૂચ તરફ જતી વેળા મારૂતિ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ 06 FK 9895 લઇને પહાજ ગામનો યુવક સમીર રાણા ભરૂચ જઈ રહ્યો હતો દરમિયાન દેરોલ નજીક હાઇવે પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી હતી. જો કે ગંભીર અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે કારને મોટા પ્રમાણમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી..