ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિનની કરાઇ ઉજવણી

New Update
ભરૂચ : અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે શિક્ષક દિનની કરાઇ ઉજવણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની શિક્ષકોના સન્માન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વરના ઉમરવાડા  રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લીક સ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુલેમાન પટેલ,જે.જે. શુક્લા, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ગણેશ અગ્રવાલ, સુરેશભાઈ ગોસાંઈ અને સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનોના હસ્તે  શાળાના આચાર્ય અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ જે. જે. શુક્લાએ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજનું એક એવું અભિન્ન અંગ છે જે સમાજના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવે છે. 

Latest Stories