ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહયો છે અને તેનું કારણ છે એક હડકાયો શ્વાન… હડકાયા શ્વાને મહિલા સહીત 7 લોકો ઉપર હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે
જંબુસર તાલુકાનું ઉચ્છદ ગામ કે જયાં આખા ગામને એક હડકાયા શ્વાને માથે લીધું છે. હડકાયા બની ગયેલાં શ્વાનના કારણે ગામલોકો ઘરની બહાર નીકળતાં ગભરાય રહયાં છે તેમજ તેમને બાળકોની સલામતીની ચિંતા સતાવી રહી છે. શ્વાને અત્યાર સુધીમાં સાત જેટલા લોકો પર હુમલો કરી તેમને ઇજા પહોંચાડી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયાં છે. એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વડોદરા રીફર કરવાની ફરજ પડી છે. શ્વાનનો એટલો આતંક છે કે ખેડુતો અને શ્રમિકો ખેતરોમાં જતાં પણ ડરી રહયાં છે. શ્વાનને પકડવા માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.