ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી

New Update
ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્વે ભરૂચ તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી હતી જેમાં સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટના કામો સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભાજપ શાષિત ભરૂચ તાલુકા પંચાયતની ચુંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભા આજ રોજ મળી હતી જેમાં પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત ચુટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટનાં કામોની ફેરફાર દરખાસ્ત. સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટનાં કામોની બચત રકમની દરખાસ્ત સહિત ૫ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંજુરી આપવામાં આવી હતી.

Latest Stories