ભરૂચ : આકાશગંગા સોસાયટીમાં થઇ હતી લુંટ, જુઓ કોણ નીકળ્યું આરોપી

New Update
ભરૂચ : આકાશગંગા સોસાયટીમાં થઇ હતી લુંટ, જુઓ કોણ નીકળ્યું આરોપી

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશગંગા સોસાયટીમાં બાથરૂમના વેન્ટીલેટરની બારીમાંથી અંદર પ્રવેશેલા બે લુંટારૂઓ મહિલા પર હુમલો કરી 30 તોલા સોના અને ચાંદીની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. આ લુંટના ગુનામાં ફરિયાદી મહિલાએ જ નાણાની જરૂર હોવાથી લુંટની વાર્તા ઘડી કાઢી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ આકાશગંગા સોસાયટીમાં હસમુખ ઠક્કર તેમના પરિવાર સાથે રહે છે. શનિવારે બપોરના સમયે તેમના દીકરી અવનીબહેન મકાનના બીજા માળે આવેલ બાથરૂમમાં સ્નાન કરી બહાર આવ્યા હતાં. એ દરમ્યાન બાથરૂમની બારીમાંથી બુકાનીધારી બે અજાણ્યા ઇસમો મકાનમાં પ્રવેશ્યા હતાં અને અવની બહેનને ચપ્પુના ઘા મારી ઈજા પહોચાડી હતી. બંને લુંટારૂઓએ પેટી પલંગમાં મુકેલ ૩૦ તોલા  સોના અને  ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 10 લાખ રૂપિયાની લુટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ફરિયાદી અવનીબેન શંકાસ્પદ લાગતાં તેમની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતાં તેમણે ગુનાની કબુલાત કરી લીધી હતી. તેમને સાસરીમાં નાણાની જરૂર હોવાથી લુંટની વાર્તા ઉપજાવી કાઢી હતી. તેમના રૂમમાંથી પોલીસે સોનાચાંદીના દાગીના, રોકડ રકમ તથા ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.  એલસીબી પીઆઇ જે.એન.ઝાલા, સી ડીવીઝન પીઆઇ ડી.પી.ઉનડકટ સહિતની ટીમે ગુનાનો ભેદ ઉકેલવા જહેમત ઉઠાવી હતી.

Latest Stories