ભરૂચ : સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ચકકાજામ, વાહનચાલકો પરેશાન

New Update
ભરૂચ : સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર ચકકાજામ, વાહનચાલકો પરેશાન

ભરૂચના સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ પર બે દિવસથી ટ્રાફિકજામ થઇ રહયો હોવાના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. નેશનલ હાઇવે પર વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે જયારે ગોલ્ડનબ્રિજના બંને છેડા પર ટ્રાફિકજામ થઇ રહયો છે.

ભરૂચનો સરદારબ્રિજ અને ગોલ્ડનબ્રિજ ટ્રાફિકનો પર્યાય બની ગયાં છે. નવા સરદારબ્રિજ પર ચોમાસામાં પડી ગયેલાં ખાડાઓ પુરવાની તથા રસ્તાના નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી હોવાથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિકજામ થઇ રહયો છે. વડોદરા તરફ આવતી લેનમાં વડદલા સુધી વાહનોની કતાર પીકઅવર્સમાં લાગી જાય છે. નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ રહેતો હોવાથી કારચાલકો ગોલ્ડનબ્રિજ પરથી પસાર થવાનું પસંદ કરતાં હોવાથી ગોલ્ડનબ્રિજ ઉપર પણ ટ્રાફિકજામ થઇ રહયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર કરતાં વધુ અને ગોલ્ડનબ્રિજ પરથી રોજના 15 હજાર કરતાં વધારે વાહનો પસાર થતાં હોય છે. ભરૂચના શીતલ સર્કલ નજીક ઓવરબ્રિજની કામગીરીના કારણે પણ ગોલ્ડનબ્રિજ પાસે ચકકાજામ થઇ રહયો છે. ગોલ્ડનબ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજની કામગીરી પુર્ણતાના આરે છે ત્યારે વહેલી તકે આ નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુુલ્લો મુકવામાં આવે તે સમયની જરૂરીયાત છે. ગોલ્ડનબ્રિજ પર જામ રહેતો હોવાથી ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અપડાઉન કરતાં નોકરીયાત વર્ગની હાલત પણ કફોડી બની છે.

Latest Stories