New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23191531/Netrang-e1616507351869.jpeg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 23 માર્ચના રોજ દેશના વીર સપૂતો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચઢી શહીદ થયા હતા. ત્રણેય ક્રાંતિવીરો શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના માનમાં શહીદ દિન તરીકે ઉજવાય છે.
નેત્રંગ ખાતે પણ કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ)ના "વિશ્વાસ કાર્યાલય" સાથે નેત્રંગ તાલુકા ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ તાલુકા પંચાયત ખાતે શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટા સહિત તમામ વીર શહીદોની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ હતા.