ભરૂચ : ખાણ અને ખનીજ વિભાગના બે અધિકારીઓ સામે 2,000 રૂા.ની લાંચ લેવાનો ગુનો નોંધાયો

New Update
ભરૂચ : ખાણ અને ખનીજ વિભાગના બે અધિકારીઓ સામે 2,000 રૂા.ની લાંચ લેવાનો ગુનો નોંધાયો

ભરૂચ જિલ્લામાં લીઝની મંજુરી લંબાવવા માટે લીઝધારક પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગનારા ખાણ અને ખનીજ વિભાગના વર્ગ-3ના બે અધિકારીઓ સામે એસીબીએ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના એક લીઝધારકે લીઝની મંજુરી લંબાવવા માટે લેખિત અરજી કરી હતી.જેના કામે બે અધિકારીઓ એ લાંચ પેટે ૨૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. લીઝ ધારકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયોને એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં વિડીયો સાચો સાબિત થતાં ભરૂચના ભુસ્તર વિભાગના તત્કાલીન જુનિયર કલાર્ક દિલીપ પાઠક ( હાલ નોકરી ગીરસોમનાથ ) તથા તત્કાલીન ડ્રીલર રમેશ રાઠોડ ( હાલ નોકરી દેવભુમિ દ્વારકા)ની ધરપકડ કરવામાં આવી છે. એસીબીની ટીમે દિલીપ પાઠકની 9મી તારીખે ધરપકડ કરી તેના 10 દિવસના રીમાન્ડ મેળવ્યાં છે જયારે અન્ય આરોપી રમેશ રાઠોડની 10મીએ ધરપકડ કરવામાં આવી છે.

Latest Stories