• ઉમલ્લા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત

  • બે બાઇક વચ્ચે સર્જાય જોરદાર ટક્કર

  • બાઇક સવાર બે યુવકોના નિપજ્યા મોત

  • મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

  • ઘટનામાં ઉમલ્લા પોલીસે શરૂ કરી તપાસ 

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ખાખરીપૂરાથી ઉમલ્લા તરફ આવતા માર્ગ પરના વળાંક પાસે બે બાઇક સામસામે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,જેમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના મહેન્દ્ર વસાવાના 38 વર્ષીય મોટા ભાઈ વિપુલ ઈશ્વર વસાવા પોતાના સંબંધી ગુમાન હરિભાઈ વસાવા અને ગુમાનભાઈના પત્ની ધનીબેન વસાવા સાથે બાઈક પર ઉમલ્લા ખાતે મરણ પ્રસંગે જતા હતા.તે દરમિયાન ખાખરીપૂરાથી ઉમલ્લા તરફ આવતા માર્ગ પર વળાંક પાસે સામેથી આવતી બાઈક સવારે વિપુલભાઈની બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વિપુલભાઈ અને ગુમાનભાઈ વસાવાનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું.જ્યારે મહિલા સહિત સામેના બાઈક ઉપર સવાર ઇજાગ્રસ્ત બે યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અંગે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.