• આજે તારીખ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે

  • ભરૂચ પાંજરાપોળ ખાતે કરવામાં આવી ઉજવણી

  • માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય

  • બાળકોએ માતાપિતાનું કર્યું પૂજન

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ પાંજરાપોળ ખાતે આજરોજ ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી
તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ કૌશલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, નીલકંઠ નગર પ્રાથમિક શાળાના આચાર્ય માયાબેન જાદવ તેમજ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના કર્મકાંડી બ્રાહ્મણ રિદ્ધેશ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બાળકો પાસે તેમના માતા પિતાનું પૂજન કરાવાયું હતું સાથે જ બાળકોને માતૃ પિતૃ પૂજનનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું