ભરૂચ : વાલિયા નજીકથી 2 ટેમ્પામાં કતલખાને લઈ જવાતી 33 ભેંસને પોલીસે મુક્ત કરાવી, એક ઇસમની ધરપકડ

New Update
ભરૂચ : વાલિયા નજીકથી 2 ટેમ્પામાં કતલખાને લઈ જવાતી 33 ભેંસને પોલીસે મુક્ત કરાવી, એક ઇસમની ધરપકડ

ભરૂચ જિલ્લાના વાલિયા ગામે પોલીસે વડ ફળિયા અને ડહેલી ત્રણ રસ્તા નજીકથી 2 ટેમ્પામાં કતલખાને લઈ જવાતી કુલ 33 ભેંસને મુક્ત કરાવી રૂપિયા 16.60 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

publive-image

મળતી માહિતી અનુસાર, વાલિયા-અંકલેશ્વર માર્ગ પરથી વાડી રોડ તરફ જતાં માર્ગ પરથી 2 ટેમ્પોમાં ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની બાતમીના આધારે વાલિયા પોલીસ કાફલો ડહેલી ત્રણ રસ્તા નજીક વોચમાં હતો, તે દરમ્યાન ટેમ્પો નં. GJ 06 AV 9279 આવતા પોલીસે તેને અટકાવ્યો હતો. જોકે ટેમ્પોમાં તપાસ કરતાં તેમાં ખિંચોખીચ ભરેલ 17 ભેસો મળી આવી હતી. પોલીસે ટેમ્પોના ચાલકની પૂછપરછ કરતાં તે કરજણ તાલુકાના અટાલી ગામમાં રહેતો સંદીપ કમલેશ ભટ્ટ હોવાનું જણાવ્યુ હતું.

પોલીસે તેની પાસે પશુ હેરાફેરી અંગેના દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતાં પોલીસે તેની અટકાયત કરી પશુઓને મુક્ત કરાવ્યા હતા. તો પોલીસે આવી જ રીતે વાલિયા-વાડી રોડ ઉપર વડ ફળિયા ગામના પુલ પરથી ટેમ્પો નં. GJ 02 ZZ 1682માં મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કતલખાને લઈ જવાતી 16 ભેંસ મળી આવી હતી. બન્ને બનાવમાં પોલીસે કુલ 33 ભેંસ અને 2 ટેમ્પો મળી કુલ 16.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories