ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે પ્રગટાવાશે વૈદિક હોળી, જુઓ શું છે હેતુ

New Update
ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે પ્રગટાવાશે વૈદિક હોળી, જુઓ શું છે હેતુ

આગામી દિવસોમાં હોળીનો તહેવારમાં ઠેર ઠેર હોળી દહનનો કાર્યક્રમ યોજાશે ત્યારે ભરૂચમાં વૈદિક હોળીનો પ્રયગો કરવામાં આવશે. લાકડાના સ્થાને ગાયના છાણમાંથી બનેલ સ્ટિકથી હોળી પ્રગટાવાશે જેનાથી વાતાવરણ શુધ્ધ બનશે.

ભરૂચમાં 28મી માર્ચે હોળીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં સતચેતના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવાર  દ્વારા પર્યાવરણના જતન અર્થે વૈદિક હોળી પ્રગટાવવા અનોખી પહેલ કરવામાં છે. સંસ્થા લોકોને દેશી ગાયનાં છાણ અને ઘીનો ઉપયોગ કરીને બનવેલી સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવવા પ્રેરિત કરી રહી છે. જેના શહેરમાં શુધ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સંસ્થા તેના વેચાણના નાણાંમાંથી ગૌમાતાના ઘાસ ચારા માટે વાપરવામાં આવનાર છે. ગાયનાં છાણાં-ઘીથી હોળી પ્રગટાવવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, તેમજ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. વૈદિક હોળી દ્વારા લોકો વાતાવરણમાં પોઝિટિવ એનર્જી સાથે પ્રદૂષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ મેળવી શકાય છે. હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાયરલ રોગોનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હમણાં કોરોનાનું સંક્રમણ પણ ચાલી રહયું છે ત્યારે લાકડાનો ઉપયોગ કરવાથી કાર્બનડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જયારે વૈદિક હોળીમાં ઉપયોગમાં લેવાતા ગાયનું છાણ,ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી તેમજ નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રિત કરી શકાય છે ત્યારે લોકોને વૈદિક હોળી પ્રગટાવવા અપીલ કરવામાં આવી છે.  

Latest Stories