/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-233.jpg)
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન અને ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નીલકંઠ નગર પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન અને ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વીએચપીના ઓમકારનંદ અને મેહુલ વાણંદ દ્વારા ત્રિશુળ દીક્ષા લેવડાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશભાઈ ઠક્કર સહિત વી.એચ.પી.ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચેનલ નર્મદાના ડાયરેકટર નરેશભાઇ ઠક્કરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજના દિવસે આપણે અખંડ ભારત સંકલ્પદિન તરીકે મનાવી રહ્યા છે.કોઇપણ વ્યક્તિ હોય,વસ્તુ હોય કે રાષ્ટ્ર હોય એની અખંડીતતા અને તેનું મુલ્ય ત્યારેજ સમજાય કે જયારે એના ઉપર આપણું સતત મનન-મંથન હોય,એના અનુભવો હોય. હિન્દુસ્તાન એક એવું રાષ્ટ્ર હતું, કે જેનો ઇતિહાસ આપણે બધા જ જાણીએ છીએ. વધુમાં તેમણે પોતાને ભાગ્યશાળી ગણાવતા કહ્યું હતું કે મને આજે સાંભળવાનો મોકો મળ્યો છે કે અખંડ ભારત સંકલ્પદિનના શમણાં હજુ સાકાર કરવાના છે.પણ એ શમણું કેમ બન્યું છે. દાયકાઓ અને શૈકાઓના ઇતિહાસમાં આપણે જોયું છે કે ભારતને વિભાજીત કરવાના ષડયંત્રો રચાયા છે અને એ ષડયંત્રોના પરિણામે ખંડ ખંડમાં આપણું વિભાજન થયું છે.હવે આપણે એક સંકલ્પ લઈને આગળ પ્રયાણ કરવાનું છે કે જે પણ કાંઇ કરવું પડે પણ આ રાષ્ટ્રને અખંડીત કરવા અને રાખવા માટે અને એનો પુન: મહા રાષ્ટ્ર તરીકે હિન્દુસ્તાનને પુન: એક કરીને આપણે વિશ્વને દોરવણી આપવાનો જે ધર્મ છે,આપણું કાર્ય છે તેના માટે બધાએ ભેગા મળી સંકલ્પબદ્ધ થવાનું છે.