ભરૂચ: નેત્રંગના કોલીવાડા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, જુઓ શું ઉચ્ચારી ચીમકી

New Update
ભરૂચ: નેત્રંગના કોલીવાડા એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ, જુઓ શું ઉચ્ચારી ચીમકી

ભરૂચના નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે ગૌચરની જમીનમાં કોરી ક્ર્સર પ્લાન્ટ એલ એન્ડ ટી કંપની દ્વારા નાંખવામાં આવતા ગ્રામજનોએ પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે  કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામે એલ એન્ડ ટી કંપની દ્વારા પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની  ખેતી અને પશુપાલકોને નુકસાનકારક હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે

પ્લાન્ટના કારણે તેઓના  જીવનું જોખમ છે તથા ધૂળની ડમરીઓ તથા ધ્વનિ પ્રદૂષણના કારણે ગંભીર બીમારીનો ભોગ બને તેવી દહેશતના વ્યક્ત કરવામાં આવી છે અને પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી છે જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Latest Stories