ભરૂચ: હાંસોટનું ઇલાવ ગામ કોરોનાને હરાવવા આગળ આવ્યું, જુઓ શુ કરી પહેલ

New Update
ભરૂચ: હાંસોટનું ઇલાવ ગામ કોરોનાને હરાવવા આગળ આવ્યું, જુઓ શુ કરી પહેલ

ભરૂચ જીલ્લાની કોરોનાની વિકટ બનતી સ્થિતિને પગલે હવે ગામડાઓ આગળ આવ્યા છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સ્વયંભુ લોક ડાઉન કરી રહ્યા છે. હાંસોટ તાલુકાના ઈલાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભુ લોક ડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ જીલ્લાનું છેવાડાનું હાંસોટ તાલુકાના ઈલાવ ગામ દ્વારા હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સ્વયંભુ લોક ડાઉન કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામ પંચાયતની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઈલાવ ગામમાં બજાર સવારે ૭ કલાકથી બપોરે ૧૨ કલાક સુધી જ ખુલ્લા રહેશે અને ત્યાર બાદ બંધ પાળવામાં આવશે. ઉપરાંત એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ગામનો કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડશે તો તેની પાસેથી રૂ. ૫૦ દંડ વસુલવામાં આવશે.

ઉપરાંત જો કોઈ કોરોના સંક્રમિત દર્દી કોરાન્ટઈનનો ભંગ કરશે તો તેની પાસેથી રૂ. ૧ હજાર દંડ વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રથમ રાઉન્ડ વખતે પણ ઈલાવ ગામના લોકોએ સૌપ્રથમ ચેક પોસ્ટ બનાવી હતી. કોરોનાને અટકાવવા ગામ આગળ આવી રહ્યા છે પરંતુ શહેરો કે જ્યાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે તેઓ આગળ આવી નથી રહ્યા જે દુખદ બાબત છે.

Latest Stories