ભરૂચ : વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાને 75 PPE કીટ અર્પણ કરાઇ

New Update
ભરૂચ : વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાને 75 PPE કીટ અર્પણ કરાઇ

કોરોના વાયરસના કારણે ભરૂચમાં ઉભી થયેલી પરિસ્થિતીને પહોંચી વળવા વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા નગરપાલિકાને PPE કીટ અર્પણ કરી સહયોગ આપવામાં આવ્યો છે.

કોરોના વાયરસના સંકટને પહોચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરમાં છેલ્લા 6 મહિનાથી સતત પોતાની સેવા અને ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે.

ભરૂચ વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધુ સમયથી તબીબી ક્ષેત્રે પોતાનું અમુલ્ય યોગદાન આપી રહ્યુ છે, ત્યારે ટ્રસ્ટના સભ્ય ઈદરીશ સરનારવાળા તેમજ ટ્રસ્ટી અને પાલિકા સભ્ય સલીમ અમદાવાદી દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા અને ચીફ ઓફીસર સંજય સોનીને 75 જેટલી PPE કીટ અર્પણ કરવામાં આવી હતી. કોરોનાના કાળમાં પણ પોતાની કામગીરી કરતા કોરોના વોરિયર્સને PPE કીટ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.