કોરોના વાયરસના કારણે ભરૂચમાં ઉભી થયેલી પરિસ્થિતીને પહોંચી વળવા વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા નગરપાલિકાને PPE કીટ અર્પણ કરી સહયોગ આપવામાં આવ્યો છે.
કોરોના વાયરસના સંકટને પહોચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરમાં છેલ્લા 6 મહિનાથી સતત પોતાની સેવા અને ફરજ બજાવતા નગરપાલિકાના કર્મચારીઓના સ્વાસ્થ્ય અંગે વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે.
ભરૂચ વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધુ સમયથી તબીબી ક્ષેત્રે પોતાનું અમુલ્ય યોગદાન આપી રહ્યુ છે, ત્યારે ટ્રસ્ટના સભ્ય ઈદરીશ સરનારવાળા તેમજ ટ્રસ્ટી અને પાલિકા સભ્ય સલીમ અમદાવાદી દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા અને ચીફ ઓફીસર સંજય સોનીને 75 જેટલી PPE કીટ અર્પણ કરવામાં આવી હતી. કોરોનાના કાળમાં પણ પોતાની કામગીરી કરતા કોરોના વોરિયર્સને PPE કીટ નગરપાલિકા દ્વારા આપવામાં આવશે.