/connect-gujarat/media/post_banners/e73c4b92f0fed0ebb1640a4bc427d5b2ea5207c80d1e01b8bfaa1f81386c5f30.webp)
ઝઘડીયાના એક ગામની સગીર યુવતીને ઇક્કો ગાડીમા બેસાડી માર્ગમાં બળાત્કાર ગુજારનાર નરાધમને ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલએ ઝઘડિયા તાલુકાના એક ગામની ૧૬ વર્ષીય સગીર યુવતી ઉપર એક અઠવાડિયા પહેલા ઇક્કો ગાડીમાં બેસાડી માર્ગમાં તેણી સાથે બળાત્કાર ગુજરી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા સુચના આપી હતી. જે સૂચનાને આધારે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.એસ.આઈ. બી.એસ.શેલાણાએ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પોક્સો એકટ અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલ મૂળ નેત્રંગ તાલુકાના બલદવા બામલ્લા કંપની અને હાલ માલજીપુરા ખાતે રહેતો આરોપી સતિષભાઇ રાજુભાઇ વસાવા અંકલેશ્વરના સજોદ ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી સતીશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.