ભરૂચ: અંકલેશ્વરમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટરને 3 વર્ષ થયા પૂર્ણ, કરાય ઉજવણી

અંકલેશ્વર ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટરના ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભૂખ્યાઓને ભોજન પીરસી ઉજવણી કરવામાં આવી હતી

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટરને 3 વર્ષ થયા પૂર્ણ, કરાય ઉજવણી

અંકલેશ્વર ખાતે ભૂખ્યાને ભોજન સેન્ટરના ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભૂખ્યાઓને ભોજન પીરસી ઉજવણી કરવામાં આવી હતી

અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે ભરત પટેલ અને માંગીલાલ રાવલ સહિતના આગેવાનો દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક પણ માણસ ભૂખ્યા નહિ રહે તે માટે ગત તારીખ-7-12-2018ના રોજ ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.આ સેન્ટર ખાતે શ્રમિકો,ભિક્ષુક અને રસ્તે રઝડતા ભૂખ્યાને ભોજન જમાડવામાં આવે છે આ સેન્ટરને ગત રોજ ત્રણ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી સંચાલકો અને દાતાઓ દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી અને દાતાઓ તેમજ સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નગર પાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ,કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલના યોગેશ પારિક તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories