Connect Gujarat
ભરૂચ

ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધાનું કરાયું આયોજન, શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ....

ભરૂચની તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભરૂચની તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.-

વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજકોસ્ટ,પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર તેમજ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા તપોવન સંકુલ ખાતે જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન પદે નર્મદા કોલેજ ના એસોસિયેટ પ્રોફેસર હરેશભાઈ કે. પટેલ તેમજ અતિથિ વિશેષ પદે ગુજરાત સ્ટેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના ચેરમેન દિનેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા . ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. કઠોળ એક શ્રેષ્ઠ આહાર કે ભ્રમણા વિષય પર આયોજિત સાયન્સ ડ્રામા સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે નારાયણ વિદ્યાલયના શિક્ષક અરવિંદભાઈ પરમાર તેમજ ઝનોરની અરવિંદ વિદ્યામંદિરના વિજ્ઞાન શિક્ષક ગૌરાંગભાઈ પટેલે સેવા આપી હતી. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પારિતોષિક અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Next Story