Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરમાં મ્યૂઝિકલ મીટનું કરવામાં આવ્યું આયોજન,શૌર્ય-સેવા સન્માન સ્વરોત્સવનું વિશેષ આયોજન કરાયુ

પાનોલી સ્થિત MS જોલી ઓડીટોરિયમમાં સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે જાન ન્યોછાવર કરનાર શૌર્યાવીરના પરિવારનું તથા સમાજ સેવા કરનાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું

X

અંકલેશ્વરના પાનોલી સ્થિત એમ.એસ.જોલી ઓડીટોરિયમમાં સ્વરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ માટે જાન ન્યોછાવર કરનાર શૌર્યાવીરના પરિવારનું તથા સમાજ સેવા કરનાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું

દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્યધારાથી હટી સેવાકાર્ય સાથે જોડાયેલા કર્મવીરોનું સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય આજરોજ અંકલેશ્વરના પાનોલી ખાતે ઉદ્યોગપતિ અને અગ્રણી અનુરીત જોલી દ્વારા કરવામાં આવ્યું હતું.અનુરીત જોલી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે.સંગીતપ્રિય લોકોના સમૂહ દ્વારા ગીત-સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ હાલમાં જ સુરત ખાતે યોજાયેલ આવા જ એક સ્વરોત્સવમાં દેશ માટે શહિદ થયેલ જવાનના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહના સભ્યો દ્વારા યથાશક્તિ સમૂહદાન પણ કરવામાં આવ્યું હતું.સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રણેતા ડો.કિશોર પવારથી બોધ લઈ અનિરુત જોલીએ અંકલેશ્વર ખાતે એક કદમ આગળ વધી શૌર્યની સાથે સાથે સેવા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા કર્મવીરોનું અભિવાદન કરવાનું નક્કી કર્યું હતું.અનુરિત જોલીના વિચારોને આગળ વધારતા તેમના મિત્રોએ અંકલેશ્વર આવી પહોંચી ગીત સંગીત સાથે શૌર્ય સેવા સન્માન સ્વરોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું.100થી વધુ શ્રોતાઓની હાજરીમાં સુરત વડોદરા ભરૂચ અને અમદાવાદથી વિશેષ પધારેલ સંગીતપ્રેમીઓએ આશરે ત્રણ કલાક સુધી ગીત સંગીતનો રસથાળ પીરસ્યો હતો.

આ કાર્યક્રમમાં સુરતથી પધારેલ આને દેશ માટે શહીદી વ્હોરનાર શહીદના પુત્રી ફાતિમા બીબીને અનુદાન આપી બિરદાવવામાં આવ્યા હતા.

આવી જ રીતે ભરૂચમાં વર્ષોથી સાચા અર્થમાં સેવાનો યજ્ઞ ચલાવનાર રાકેશ ભટ્ટને પ્રોલાઈફ ફાઉન્ડેશનની સહાયથી રૂપિયા 1 લાખનું અનુદાન કરી પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણ જોલી,સચિવ સાક્ષી જોલી અને ઉપપ્રમુખ અનુરિત જોલીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.

ભરૂચ અને અંકલેશ્વર ખાતે માત્ર 8 વર્ષની વયે 100થી વધુ વૃક્ષ વાવનાર અને અનેક સેવાકીય કામગીરી કરનાર દૂર્વા મોદીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું

શૌર્યવીરોની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિના કર્મવીરોને સ્વરોત્સવના માધ્યમથી સન્માનીત કરવાનો અને એમને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી યોજાયેલ કાર્યક્રમમાં સુરતથી પધારેલ પ્રકાશ ક્રીશચ્યને અરુણીત જોલી તથા પાનોલી ઔદ્યોગિક વસાહતના સરાહનીય કાર્યક્રમને બિરદાવતા જણાવાયું હતું કે અરુનીત જોલી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ગીત સંગીતમાં રુચિ ધરાવતા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું અને કાર્યક્રમમાં એકત્રિત થયેલ ભંડોળને શૂરવીરોને સમર્પિત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉપદ્યોગોમાં કામ કરતા કામદારોને મનોરંજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આમ ત્રિક્ષેત્રિય કાર્યને અમે બિરદાવીએ છે અને આવા કાર્યક્રમો થકી સેવાની ગંગા વહેતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ક્રિશ્ચિયને કર્યું હતું

Next Story