/connect-gujarat/media/post_banners/ed7e16a78f1dca9a09d67c06566c1cc8863b86e39774a66ba34ecf2c3e2b06d2.webp)
ભરૂચના પગુથણ ગામ નજીક નહેરમાં ડૂબી જતાં એક યુવાનનું મોત નીપજ્યું યુવાન નહેરમાં હાથપગ ધોવા કેનાલ કાંઠે ગયો હતો યુવાનનો પગ લપસી પડતા કેનાલ ડૂબી જતાં 15 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું.મળતી માહિતી મુજબ ભરૂચના પગુથણ ગામ નજીકની સિમ પાસથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં આજ રોજ એક યુવાન ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું.પ્રાથમિક જાણકારી મુજબ ભરૂચ હિંગલ્લા ગામના પ્રવીણ મહેશ સોલંકી ઉંમર વર્ષ 15 આજરોજ એક ખાનગી શાળામાં નોકરી કરતી પોતાની માતાને ટિફિન આપી ઘરે પરત ફરતી વેળાએ પગુથણ નજીકની નહેરમાં હાથપગ ધોવા જતા પગ લપસી જતા નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા મોતને ભેટ્યો હતો.આ ઘટના અંગે ની જાણ ઉપસ્થીત લોકોએ પોલીસ વિભાગમાં કરતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પાસે દોડી જઈ મૃતદેહનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..