અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે 7મો સમૂહ લગ્નોત્સવ, દીકરીઓને પાનેતર-બન્ને પક્ષને કંકોત્રીનું વિતરણ

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

New Update
અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે 7મો સમૂહ લગ્નોત્સવ, દીકરીઓને પાનેતર-બન્ને પક્ષને કંકોત્રીનું વિતરણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે કાર્યરત ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માતા-પિતા કે, પછી બન્નેમાંથી કોઈપણ હયાત ન હોય તેવી દીકરીઓના લગ્નને પ્રાધાન્ય આપી કરવામાં આવતા આ આયોજનમાં ચાલુ વર્ષે પણ 51 દીકરી પ્રભુતામાં પગલાં પાડશે, ત્યારે આ વર્ષે લગ્ન સ્થળ અંકલેશ્વરના જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે રાખવામાં આવ્યું છે,

જ્યાં આગામી 10મી માર્ચના રોજ લગ્નપ્રસંગ હજારો લોકોની હાજરીમાં વડીલો, સમાજના મોભીઓ અને સંતો-મહંતોની હાજરીમાં લગ્નોત્સવ યોજવામાં આવશે. જે પ્રસંગ અનુરૂપ આજરોજ ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે 51 દીકરીઓને પાનેતર વિતરણ તેમજ વર અને કન્યા પક્ષને કંકોત્રી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 51 દીકરીઓ અને વર પક્ષના સ્વજનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને પક્ષને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા, ગણેશ અગ્રવાલ અને સંદીપ પટેલ,જયેન્દ્ર પટેલ, મુકુંદ પટેલ, ભાવેશ વામઝા, સુશીલ ગુપ્તા તેમજ મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories