નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજમાં રોષ...

નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

New Update
નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજમાં રોષ...

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભાજપ પાર્ટીના પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાખી ભર્યા નિવેદનમાં અભદ્ર ઉચ્ચારણને લઇને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર આપવામાં આવી રહ્યાં છે. પયગંબર સાહેબની પવિત્ર જીવનશૈલી ઉપદેશો આચરણો આદર્શો સિદ્ધાંતોની નૂપુર શર્માએ ધરાર અવગણના કરી છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજના પ્રમુખ ઇશાક રાજ, કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઈ, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, ઝુબેર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી નૂપુર શર્મા વિરુધ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તે માટે જિલ્લા સમાહકર્તાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.