New Update
/connect-gujarat/media/post_banners/2bb0a01d7c53fe345d8c0057292c70c048a83684ed029df6489e99aa37d58691.jpg)
બોટાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. માત્ર 9 વર્ષીય માસૂમ બાળાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ ભરૂચમાં પણ દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ધૃણાસ્પદ ઘટનાના વિરોધમાં દેવીપૂજક સમાજે ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ માર્ચ યોજી હતી, જ્યાં મૃતક બાળકીને શ્રદ્ધાંજલિ અર્પી આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી.