Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: માંડવા ગામની સીમમાં જુગાર રમતા 10 જુગારી ઝડપાયા, રૂ. 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

X

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા 10 જુગારીયાઓને 1.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં શેરડીના ખેતરો પાસે મોટાપાયે જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 1.18 લાખ અને 9 મોબાઈલ ફોન મળી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ભરુચના ધોળીકુઈ બજાર સ્થિત રાવળ ફળિયામાં રહેતો જુગારી અમીત હસમુખભાઈ રાવળ,જીગ્રેશ ઉર્ફે જીમ્સ અંબુભાઈ પટેલ,સુરેશ વસાવા અને રીતેષ પંકજભાઈ ઠાકોર,રાજેશ ઉર્ફે રાજુ પરમાર,વિજય ખુશાલ પટેલ,નાનુ વસાવા તેમજ ફીરોજ મોહમદ હુશેન દીવાન,ચંદુજી પાંચાજી ઠાકોર સહિત અંબાલાલ પરમારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો

Next Story