Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ઉટીયાદરાની ગ્લાસ ફેક્ટરીમાં ધાડ પાડી 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર વધુ 2 આરોપી 3 વર્ષે ઝડપાયા

ઉટીયાદરાની સીમમાં ત્રણ વર્ષ પેહલા થયેલ લૂંટ વીથ ટ્રિપલ મર્ડરના ગુનામાં તાલુકા પોલીસે વધુ બે આરોપીનો સુરત ડીસીબી પાસેથી કબ્જો મેળવ્યો છે.

અંકલેશ્વર: ઉટીયાદરાની ગ્લાસ ફેક્ટરીમાં ધાડ પાડી 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર વધુ 2 આરોપી 3 વર્ષે ઝડપાયા
X

અંકલેશ્વરના ઉટીયાદરાની સીમમાં ત્રણ વર્ષ પેહલા થયેલ લૂંટ વીથ ટ્રિપલ મર્ડરના ગુનામાં તાલુકા પોલીસે વધુ બે આરોપીનો સુરત ડીસીબી પાસેથી કબ્જો મેળવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની સીમમાં આવેલ બંધ પી.જી.ગ્લાસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં વર્ષ 2019 માં 40 જેટલા લૂંટારું ત્રાટકયા હતા. ફરજ ઉપરના તરસાલી ગામના 6 જેટલા સિક્યુરીટી ગાર્ડ ઈશ્વર રબારી , મફતભાઈ રબારી , જનાર્દન રબારી , દેવાભાઈ રબારી , પીરા રબારી , ગોવા રબારી ઉપર હિંસક હૂમલો કર્યો હતો. સિક્યુરીટી ગાર્ડને બંઘક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ હિંસક હૂમલામાં ફરજ ઉપરના બે સિક્યુરીટી ગાર્ડના ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યા હતા. જ્યારે 4 સુક્યુરીટી ગાર્ડને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક સુક્યુરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં દેવા રબારી, પીરા રબારી અને ગોવા રબારીનું મોત થયું હતું. જે તે સમયે પોલીસે પાંચ લૂંટારુંઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે વધુ બે લૂંટારૂઓ મૂળ એમ.પી.હાલ કતારગામનો વિકાસ ઉર્ફે ટકો નાગુસિંગ ચૌહાણ અને મહારાષ્ટ્રનો તેમજ હાલ સુરત રહેતો મહેન્દ્ર ઉર્ફે મહેશ ભીલારે સુરત ડીસીબીના હાથે ઝડપાયા હતા. જેઓનો ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર તાલુકા પોલીસે કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story