અંકલેશ્વર: કેડીલા સોસાયટીમાં 24 વર્ષીય યુવાને કર્યો આપઘાત, અંતિમવાદી પગલાનું રહસ્ય અકબંધ

બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
અંકલેશ્વર: કેડીલા સોસાયટીમાં 24 વર્ષીય યુવાને કર્યો આપઘાત, અંતિમવાદી પગલાનું રહસ્ય અકબંધ

અંકલેશ્વરના કોસમડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર મોડી રાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલ કેડિલા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય મોહમ્મદ શાદાબ સમદાની શાકિર આલમ ગતરોજ પત્ની અને બાળક સાથે પોતાના ઘરે હતા તે દરમિયાન મધરાતે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો મધરાતે પત્નીએ ઊંઘમાંથી ઉઠી જોતાં પતિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતા જેને આજુબાજુના રહીશોની મદદ વડે નીચે ઉતારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.