અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવનના પાર્કીંગમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો પકડાવવાના મામલમાં પોલીસે ટેન્કર ચાલક બાદ કંપનીના ભાગીદાર,વેપારીને ઝડપી પાડ્યો હતો
ગત તારીખ-15મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોએ અંદાડા ગામના નાકા હોટલ સિલ્વર સેવનના પાર્કીંગમાંથી 20.940 કિલો કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને જી.પી.સી.બીના અધિકારી વી.ડી.રાખોલીયા દ્વારા સેમ્પલ મેળવી પ્રાથમિક રિપોર્ટમાં 10 પી.એચ.વાળું બેઝિક કેમિકલ હોવાનું પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો પોલીસે મધ્ય પ્રદેશના બડાગાવ ખાતે રહેતો ટેન્કરના ચાલક ભગવનસિંહ હરેસિહ ચંન્દ્રાવતની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ ઓરીએન્ટ રેમેડીઝ કંપનીમાથી ભરી આપ્યું હોવાનું જણાવ્યુ હતું પોલીસે તે દરમિયાન કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લોય નરસિંહ લુવાણીની અટકાયત કરી તેની પણ પૂછપરછ કરતાં તેઓની કંપનીમાં સોલ્વન્ટનું ઉત્પાદન કરવામાં આવે છે તે વેળા કોસ્ટિક લાય અને અન્ય તત્વો સાથેનું કેમિકલ વેસ્ટ તૈયાર થાય છે જે તેઓ ઓછા ભાવે વેપારીઓને વેચાણ કરે કરતાં હોવા સાથે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ટ્રેડિંગ કરતાં રમેશ ભુવાના કહેવાથી ટેન્કર નંબર-જી.જે.06.વી.વી.8199માં ભરી આપ્યું હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ટ્રેડિંગ કરતાં રાકેશ ઉર્ફે રમેશ ભુવાને પણ ઝડપી પાડી તેની વધુ પૂછપરછ કરતાં આ કેમિકલ વેસ્ટ કેમિકલ સાબુ બનાવતા વેપારીઓ ઉપયોગ કરતાં હોવાનું જણાવ્યુ હતું પોલીસે ટેન્કરની ચકાસણી કરતાં તેમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કેમિકલ વેસ્ટની હેરાફેરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે જનરેટર હેઝાર્ડ મેનેજમેંટની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે માનવ,પશુ અને પક્ષી સહિત પક્ષીઓ અને પર્યાવરણને નુકશાન થઈ શકે તેવા કેમિકલ વેસ્ટના નિકાલ સંદર્ભે કંપનીના ભાગીદાર અને વેપારી તેમજ ચાલકની અટકાયત કરી હતી જ્યારે કંપનીના મહિલા ભાગીદાર હેતલબેન ભાવેશ ખભાડિયા તેમજ ટેન્કર માલિક યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંગ ચંન્દ્રાવતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.