Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જીન ફળિયામાં જુગાર રમતા 3 જુગારી ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી...

એ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

X

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાંથી જુગાર રમતા ત્રણ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ અને ભરુચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા,ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ દ્વારા પ્રોહિબિશન જુગારની પ્રવૃતી ચલાવતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બસ ડેપોની સામે આવેલ જીન ફળીયાની ગલીમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઝઘડીયાના ઉંચેડીયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા જુગારીઓ સંજય વસાવા,અશોક ગુલાબજી મારવાડી અને ગજેન્દ્ર વસાવાને ઝડપી પાડ્યો હતો

Next Story