અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યાં હતા.

New Update

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતની ઘટનામાં 2 મહિલા સહિત 1 યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જોકે, એક જ પરિવારના 3 સભ્યોના મોતના બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે 3 લોકોના મોત અંગે ગુન્હો દાખલ કરી ફરાર કન્ટેનર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે મહત્વનું છે કે, ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે નાના વાહન ચાલકોએ પણ હાઇવે પરથી જતાં સમયે તકેદારી રાખવી જરૂરી બન્યું છે.

Latest Stories