Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,રૂ. 44 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,રૂ. 44 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
X

અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાં જયંતિ વસાવાના ઘરની પાછળ જુગારધામ ચાલે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 28 હજાર અને બે ફોન મળી કુલ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના જુગારી વિનોદ અંબુ વસાવા,મુકેશ પટેલ,નીતિન વસાવા સહિત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Next Story