અંકલેશ્વર તાલુકાના એક ગામની ચકચારી ઘટના
માનસિક અસક્ષમ સગીરા સાથે દુષ્કર્મનો મામલો
5 દુષ્કર્મીઓએ સગીરા સાથે 1 વર્ષ સુધી આચર્યું
નરાધમોની ધરપકડ સાથે કાર્યવાહી હાથ ધરાય
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે, તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી એક આધેડ, 2 સગીર અને 2 યુવાને સતત એક વર્ષ સુધી સગીરાને ધમકાવી શારીરિક શોષણ કર્યું હતું.
જોકે, સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, 2 સગીર અને 2 નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લીધા છે. આ સાથે જ પીડિત સગીરા અને આરોપીઓના તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.