અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક હાઈવાની અડફેટે 6 ભેંસના મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા.

New Update
અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક હાઈવાની અડફેટે 6 ભેંસના મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 6 થી વધુ ભેંસોના મોત અને એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે. અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર બુધવારે સવારે 8 થી 9 ગાય ભેંસો હાઈવાની ટકકરે આવી ગઈ હતી. હાઇવે પર આવી ચઢેલી ગાય અને ભેંસોને પસાર થતા હાઈવા ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ 6 થી વધુ ભેંસોના મોત થયા છે. જ્યારે એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.પાનોલી પોલીસ અને ટ્રાફિક જવાનોએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ પરથી પશુઓના મૃતદેહ હટાવવા સાથે અકસ્માત સર્જનાર હાઈવા ચાલક સામે તપાસ હાથ ધરી છે.છ થી વધુ ભેંસોના મોતને પગલે એક તરફની હાઈવેની લેન ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. પશુઓના મોતને પગલે માલધારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Latest Stories