અંકલેશ્વર : સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ…

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

અંકલેશ્વર : સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ…
New Update

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, મમતાકાર્ડ, પેન્સનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ-મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દિવસભર નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે, જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેષ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને મળતી સેવાઓ અર્પણ કરી હતી.

#Gujarat #CGNews #Ankleshwar #beneficiaries #government schemes #Sevasetu program
Here are a few more articles:
Read the Next Article