ભરૂચના દહેજ પંથકના જોલવા ગામેથી યુવતીને ભગાડી અંકલેશ્વરના અંદાડા ગામે રહેતા દંપતીને ઈકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ દંપતીનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટીંગ સહિત અપહરણનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે
અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીની પૌત્રી પાયલે પ્રેમ સંબંધ કિશન સાથે કર્યા હતા અને બંને જોલવા ગામેથી નીકળી અંદાડા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા તે દરમિયાન આરોપીઓ ઈકો ગાડીમાં અંકલેશ્વર અંદાડા ગામે ધસી આવી દંપતીને ઈકોમાં બેસાડી અન્ય જગ્યા ઉપર લઈ જઈ તેઓને માર મારવામાં આવ્યો હતો.જેના પગલે સારવાર અર્થે ખસેડતા ફરિયાદીના નિવેદનના આધારે પોલીસે હુમલાખોર કરિશ્મા વસાવા, કમલેશ વાણંદ ,મનીષા વાણંદ,વૈશાલી વાણંદ,રીંકુબેન વાળંદ અને અકબર ઉર્ફે આકાશ સામે રાયોટીંગ ,અપહરણ અને મારામારી અંગે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે