અંકલેશ્વર: પરિણીતાના આપઘાત મામલે પતિ અને સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ

કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પરિણીતાના આપઘાત મામલામાં સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી પતિ સહિત ચાર સાસરીયાની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર: પરિણીતાના આપઘાત મામલે પતિ અને સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં પરિણીતાના આપઘાત મામલામાં સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધી પતિ સહિત ચાર સાસરીયાની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત સુશીલભાઈ પાંડેની ધર્મપત્નિ ૨૬ વર્ષીય શ્રદ્ધા અંકિત પાંડે ગત તારીખ-૩૧મી માર્ચે અગમ્ય કારણોસર પોતાના બેડરૂમમાં સાડી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.તે દરમિયાન તેણીનો પતિ સહીત ઘરના અન્ય સભ્યો પણ ઘરના નીચેના માળે હાજર હતા.આપઘાત મામલે પરણીતાના પિતા મુકેશ શ્રીરામ તિવારીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પોતાની પુત્રીને દહેજની લાલચે પતિ તેમજ સાસરિયાઓએ હત્યા કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે પતિ અંકિત પાંડે,તેના માતાપિતા ભાઇ અને માસી સાસુ સહીત અન્યો સામે તેણીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તેમજ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત ગુનો દર્જ કરી ચારેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories