ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તારીખ 19મી ઓગષ્ટના રોજ અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતા બુટલેગરે તેના મિત્રના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતાં વિદેશી દારૂની 14 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 5 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બન્ને આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.