/connect-gujarat/media/post_banners/77e2cddcad34873eb93284a080d70973c86c00c62adf5859e0c65df8648e8c52.webp)
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જુના દિવા ગામની સીમમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 7 જુગારી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના જુના દિવા ગામમાં રહેતો ગૌરવ ઉર્ફે ગવો રાજેશ પટેલ અને મુકેશ બાલુ પટેલ બહારથી માણસો બોલાવી ગામની સીમમાં ટાણીયા વગમાં ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડ નીચે જુગારધામ ચલાવી રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 14 હજાર અને બે ફોન મળી કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા ભરૂચના સાબેના નગરમાં રહેતો જુગારી દાઉદ નૂરભા ભટ્ટીને ઝડપી પાડ્યો હતો જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 7 જુગારી ફરાર થઇ ગયા હતા.