Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ભડકોદ્રા ગામની સીમમાં શેરડીના ખેતરમાં ચાલતું હતું જુગારધામ, 5 જુગારીની પોલીસે કરી ધરપકડ

તમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ રોકડા 11 હજાર અને ચાર મોબાઈલ ફોન,ત્રણ બાઇક મળી કુલ 1.11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

X

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદ્રા ગામની સીમમાં શેરડીના ખેતર પાસેથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો. કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે પી.આઈ.,બી.એન.સગરના માર્ગ દર્શન પી.એસ.આઈ એ.વી.શિયાળીયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની સીમમાં દાળ મીલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ રોકડા 11 હજાર અને ચાર મોબાઈલ ફોન,ત્રણ બાઇક મળી કુલ 1.11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પટેલ ફળીયામાં રહેતો વિઠ્ઠલ છનાભાઈ રાઠવા,સુરજ હીરાભાઈ મિસ્ત્રી,બલીન્દ્રસીંગ સુરજીતસીંગ સીકલીગર અને ધવલ કનુભાઈ પરમાર તેમજ નીતેશસિંહ જીતસીંગ રાજપુતને ઝડપી પાડ્યા હતા.

Next Story