અંકલેશ્વર: હાંસોટ રોડ પર જેસીબી મશીનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

New Update
અંકલેશ્વર: હાંસોટ રોડ પર જેસીબી મશીનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

અંકલેશ્વર તાલુકાનાં નવા તરિયા ગામના મહાદેવ ફળિયામાં રહેતા કલ્પેશ કનુભાઈ પટેલના ફુવા 59 વર્ષીય મણિલાલ ઉર્ફે સોમાભાઇ પટેલ ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.સી.એ.2894 લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીન નંબર-જી.જે.16.બી.એસ.3284ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક સવાર મણિલાલ પટેલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ, રૂ.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે

New Update
Screensho

સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે અને ગાડી ઝઘડીયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમીના આધારે  પીકઅપ ગાડી આવતા તેને ઉભી રાખી ગાડીમા ભરેલ સ્ક્રેપનો ભંગારનો અલગ અલગ સામાન જેનુ ૫૧૦ કિલો જેની કિ.રૂ.૩,૨૪,૮૨૫/-તથા બોલેરો પીક અપ ગાડીની કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૪,૮૨૫/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસે આ મામલામાં પીન્ટુકુમાર શ્રીનિવાસ પાસવાન રહે.અંકલેશ્વર સંજય નગર શાકભાજી પાર્કેટ પાસે અને  કનૈયાપ્રસાદ  રહે.ભડકોદરા આદિત્ય નગર મકાન નંબર.બી-૩૮ની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.