Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા આધેડને પહોચી ગંભીર ઈજા, રિક્ષાચાલક ફરાર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા એક આધેડને ગંભીર ઈજા પહોચી હતી.

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા આધેડને પહોચી ગંભીર ઈજા, રિક્ષાચાલક ફરાર...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક અકસ્માત નડતા એક આધેડને ગંભીર ઈજા પહોચી હતી. તો બીજી તરફ, અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થઇ જતા તેના વિરુદ્ધ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક ગતરોજ રીક્ષા ચાલકે ગફલત ભરી રીતે રીક્ષા હંકારી મોપેડ ચાલકને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, અકસ્માત બાદ રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલથી લઇને મહાવીર ટર્નિંગ અને પ્રતિન ચોકડી સુધી ઠેક ઠેકાણે ટ્રાફિકજામના દ્રશ્ય વચ્ચે અકસ્માતના નાના-મોટા બનાવો બનતા રહે છે. તેવામાં ગતરોજ અંક્લેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી. અંકલેશ્વર કોર્ટ સામે ચા-નાસ્તાની દુકાન ચલાવતા મોહન વસાવા પોતાની દુકાન બંધ કરી મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે રીક્ષા હંકારી રીક્ષા ચાલકે મોપેડ ચાલકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલક રોડ ઉપર પટકાતા તેમને માથા-મોઢા અને જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ રીક્ષા ચાલક સ્થળ પરથી ફરાર થઇ જતા મોપેડ ચાલકના પુત્રએ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story