અંકલેશ્વર:હાઇવે પર દોડતી ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ જતા વિચિત્ર અકસ્માત, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

New Update
અંકલેશ્વર:હાઇવે પર દોડતી ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ જતા વિચિત્ર અકસ્માત, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક હાઇવે પર આજરઓજ વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisment W3.CSS

ભરૂચ-અંકલેશ્વર પસાર થયા બાદ ટ્રક પાનોલી હાઇવે ઉપર માંડ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. ત્યાં જ એકાએક ટ્રકની બોડી કેબિન સાથે ચેસીસથી અલગ થઈ ગઈ હતી.માલ સાથે બોડી અને કેબિન છૂટી પડી હાઇવે પર પટકાઈ અને પલટી મારી ગઈ હતી. જ્યારે ચેસીસ સાથે ટ્રક આગળ નીકળી ગઈ હતી. જોરદાર ધડાકા સાથે અવાજ આવતા કેબિન તેમજ બોડી છૂટી પડતા ડ્રાઈવર સિકંદરે તુરંત બ્રેક મારી ટ્રકને અટકાવી દીધી હતી.

ટ્રક ઉપર આગળના ભાગે લખેલ હરી ઈચ્છા મુજબ સાચે જ આ વિચિત્ર રીલ્સ જેવા રિયલ અકસ્માતમાં કોઇ પણ દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. પાછળ આવતા વાહનોનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રાફિક પોલીસે આવી જઈ ક્રેનની મદદથી હાઇવે પર માલ સાથે તૂટી પડેલી બોડી તેમજ કેબિનને દૂર કરી ટ્રાફિકજામને ખુલ્લો કરવા કવાયત હાથ ધરી હતી.