/connect-gujarat/media/post_banners/33c3d73e8028d34c0dce9d7f0ed3dc936d42ee95d7dac4eb21aed0da6602ea47.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક આવેલ આલ્કેમ લેબોરેટરીઝ નામક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી. અંકલેશ્વરના માંડવા નજીક આવેલ આલ્કેમ લેબોરેટરીઝ નામક ખાનગી કંપનીમાં કોઇ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. હાઇવેને અડીને આવેલ કંપનીમાં લાગેલ આગના ધુમાડાના ગોટેગોટા દૂર દુર સુધી જોવા મળ્યા હતા, ત્યારે આસપાસના લોકોમાં પણ એક સમયે ગભરાટનો માહોલ છવાયો હતો. ઘટનાના પગલે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા. આગના બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી જ્વાળાઓ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી જતી.