/connect-gujarat/media/post_banners/48f75e0d7c30c701cc6752be9a0e684855340a0658679a2ddc44516c5062cc27.webp)
અંકલેશ્વર તાલુકા પોલીસે પાનોલી જી.આઈ.ડી.સીની ગુજરાત એગ્રો ચોકડી નજીકથી નંબર પ્લેટ વિનાની બાઈક અને ફોન સાથે એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પાનોલી જી.આઈ.ડી.સીમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ગુજરાત એગ્રો ચોકડી વોચ ગોઠવી હતી તે વેળા એક નંબર પ્લેટ વિનાની બાઈક લઈને આવતા પોલીસે તેને અટકાવી બાઈકના દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરી હતી પોલીસે કોસંબાના ચિશ્તીનગર પાણીની ટાંકી સામે રહેતો યુનુસ ઉસ્માન મુલતાનીની શંકાસ્પદ હાલતમાં અટક કરી તેની પાસે રહેલ બાઈક અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.