Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : એશિયન પેન્ટ ચોકડી નજીક ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત

ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર : એશિયન પેન્ટ ચોકડી નજીક ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત
X

અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડી નજીક ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ મામલે જીઆઇડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરાના વીઆઈપી રોડ ખોડીયાર નગર ખાતે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 25 વર્ષીય ભીમા અર્જુનભાઈ વાઘેલા સોમવારના રોજ અંકલેશ્વરમાં આવ્યો હતો.

જ્યાં એશિયન પેન્ટ ચોકડી નજીક લક્ષ્મી હોટલ પાસે ઝાડ પર પાલો પાડવા માટે ચઢ્યો હતો. તે સમયે નજીકથી પસાર થતાં વીજ તાર પર હાથ અડી જતા કરંટ લાગતા તે ઝાડ પરથી નીચે પટકાયો હતો. તેને શરીર ઉપર ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Next Story