/connect-gujarat/media/post_banners/635bdfb8d914bf99b2f394502f07791deaa72dd39f536a3d1a14eac9261800b9.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પદ્માવતી નગરમાંથી 3 ઇક્કો કારના સાયલેન્સર ચોરીના મામલામાં વધુ એક આરોપીને જીઆઈડીસી પોલીસે ધોળકાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાં રહેતા જીજ્ઞેશ મકવાણા, સંજય પ્રસાદ અને ભીમ પ્રજાપતિની ઇક્કો કારમાંથી 3 સાયલેન્સર મળી કુલ રૂપિયા 1.60 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જોકે, આ ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી અગાઉ 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા, ત્યારે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અમદાવાદના ધોળકાથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.